Homeગુજરાતમોરબીમોરબીના વોર્ડ નં-3માં અંધકારથી નાગરિકો પરેશાન તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ નાખવા કલેકટરને રજૂઆત

મોરબીના વોર્ડ નં-3માં અંધકારથી નાગરિકો પરેશાન તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ નાખવા કલેકટરને રજૂઆત

મોરબી શહેરના હૃદયસમા વોર્ડ નં-૩ માં આવેલા સેવા સદન અને કોર્ટ પરિસર જેવા વી.આઈ.પી. સરકારી વિસ્તારો જ રાત્રિના સમયે અંધારામાં ગરકાવ થઈ રહ્યા છે. અપૂરતી સ્ટ્રીટ લાઇટોના કારણે સ્થાનિક રહીશો, મહિલાઓ અને વડીલોમાં અસુરક્ષાની લાગણી ફેલાતા કોંગ્રેસ સમિતિના ડો. પ્રવીણ મનસુખભાઈ વઘાસિયા તથા મોરબી શહેર યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચિંતન મહેશભાઈ રાજ્યગુરૂ(મંડીર)એ કલેક્ટરને તાત્કાલિક લાઇટો શરૂ કરવા વહેલી તકે યોગ્ય વહીવટી પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરના વોર્ડ નં-3 ખાતે આવેલા સેવા સદન, કોર્ટ પરિસર તથા લાલ બાગ સરકારી વસાહત વિસ્તારમાં હાલમાં પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ નથી. આ વિસ્તાર અત્યંત મહત્વનો સરકારી વિસ્તાર છે, જ્યાં વિવિધ સરકારી કચેરીઓ, સેવા સદન તેમજ કોર્ટ પરિસર આવેલ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વકીલઓ, અરજદારો તથા સામાન્ય નાગરિકોની અવરજવર રહે છે. રાત્રિના સમયે પણ સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ આ માર્ગોનો ઉપયોગ કરે છે.

લાલ બાગ સરકારી વસાહતની બાજુમાં આવેલ જાહેર ગાર્ડનમાં દરરોજ સવારે તથા સાંજના સમયે સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ, વડીલો અને બાળકો આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ તથા ચાલવા માટે આવે છે. પરંતુ પૂરતા પ્રકાશના અભાવે રાત્રિના સમયે અસુરક્ષાની લાગણી અનુભવાય છે. વધુમાં, લાલ બાગના પાછળના ભાગમાં આવેલ પાર્કિંગ વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી રાત્રિના સમયે સ્થાનિક રહેવાસીઓ, સરકારી અધિકારીઓ તથા અન્ય નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને મહિલાઓ, બહેનો અને દીકરીઓ પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે. પૂરતા પ્રકાશના અભાવે તેઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ, અસુવિધા અથવા અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ રહે છે. તેથી તેમની સુરક્ષા તથા નિર્ભય અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.

સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા થવાથી સમગ્ર વિસ્તારમાં જાહેર સુરક્ષામાં વધારો થશે, નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે, સરકારી કચેરીઓમાં આવતા લોકો તથા સ્થાનિક રહેવાસીઓને રાત્રિના સમયે અવરજવર કરવામાં સરળતા રહેશે અને મહિલાઓ, બહેનો તથા દીકરીઓ પણ નિર્ભયતાથી અવરજવર કરી શકશે. જેથી જનહિત અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સેવા સદન, કોર્ટ પરિસર, લાલ બાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા લાલ બાગના પાછળના ભાગમાં આવેલા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular