Homeગુજરાતમોરબીટંકારાના ધુનડા રોડ પર યુવકને જાનથી મારવાની ધમકી

ટંકારાના ધુનડા રોડ પર યુવકને જાનથી મારવાની ધમકી

ટંકારાના ઘુનડા ગામે “મારી બહેન કેમ વારંવાર રીસામણે આવે છે?” તેમ કહી ફોન પર ગાળો આપ્યા બાદ, એક શખ્સે કાળા રંગની ગાડી આડી નાખીયુવકને છરી બતાવી જીવલેણ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મોમૈયાભાઈ નારણભાઈ ખટાણા (ઉ.વ.૨૧) એ આરોપી બુટેશભાઈ ધનજીભાઈ ટમારીયા રહે. શનાળા ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને ફોન કરીને કેમ મારી બહેન રીસામણે અવાર નવાર આવે છે.તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપીને કહેલ કે જો તુ મને ગમે ત્યાં ભેગો થાઇશ ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપી ત્યારબાદ આરોપીએ પોતાની બ્લેક કલરની ફોરવ્હીલ ગાડી લઇને ફરીયાદીને ધુનડા(સ) ગામના રસ્તા પાસે આવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular