Homeગુજરાતમોરબીહળવદમાં કાળમુખા બુલેટે માસૂમ બાળકીનો જીવ લીધો: સ્કૂલેથી પરત ફરતી સગીરાઓ પર...

હળવદમાં કાળમુખા બુલેટે માસૂમ બાળકીનો જીવ લીધો: સ્કૂલેથી પરત ફરતી સગીરાઓ પર બુલેટ ચાલકે કાળો કેર વર્તાવ્યો

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શાળાએથી છૂટીને રોડની સાઇડમાં ચાલીને ઘર તરફ જઈ રહેલી માસૂમ બાળકીઓને એક બેફામ સ્પીડે આવતા બુલેટ ચાલકે જોરદાર હડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં ૧૧ વર્ષની એક સગીરાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલી અન્ય ત્રણ બાળકીઓ ઈજાગ્રસ્ત થઈ છે. જેથી આરોપી બુલેટ ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગોકુળિયા રોડ પર રહેતા મનીષભાઈ મોરવાડીયાએ આરોપી રામજી ગોરધનભાઈ દેવીપુજક રહે. ગામ જુના દેવળીયાવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળા બુલેટ મોટર સાઇકલ રજીસ્ટર નંબર-GJ-36 -E-8000 વાળામાં પોતાની પાછળ લખમણ ગોરધનભાઈ દેવીપુજક તથા આકશ પ્રકાશભાઇ દેવીપુજકને બેસાડી જુના દેવળીયાથી ચરાડવા જતા રોડ ઉપર પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી આવી રોડની સાઇડમાં સ્કુલેથી ચાલીને ઘરે જતી છોકરીઓને હડફેટે લઈ રોશનીબેન માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા કરી મોત નીપજાવી તેમ જ સાથે રહેલ અન્ય છોકરીઓ જાનવી સુરેશભાઈ તથા અંકિતા દિનેશભાઈ તથા રીના મહેશભાઈ નાઓને નાની મોટી ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular