Homeગુજરાતમોરબીમોરબી સબજેલ છે કે સરકારી હોસ્ટેલ ?: જેલ માંથી ફરી બે મોબાઈલ...

મોરબી સબજેલ છે કે સરકારી હોસ્ટેલ ?: જેલ માંથી ફરી બે મોબાઈલ મળ્યા

મોરબી સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. રાજકોટ ઝોન જેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક (ડીઆઈજી) ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન જેલના અલગ-અલગ બે સ્થળેથી બે કીપેડ મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ ઝોન જેલ ડીઆઈજી કચેરીના સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડ તથા તેમની રેડ પાર્ટીએ મોરબી સબ જેલમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. જેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ. બાબરીયા અને જેલ સ્ટાફની હાજરીમાં તમામ સર્કલ અને બેરેકોની સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સર્કલ નંબર-0101માં આવેલા મંદિરમાં લટકાવેલી લાલ રંગની થેલીમાંથી HMD કંપનીનો એક કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો, જ્યારે સર્કલ નંબર-22ની બેરેક નંબર-0303ની લોબીમાં ઇલેક્ટ્રિક બોર્ડ ઉપરના વાયરિંગમાંથી Snexian Bold કંપનીનો અન્ય એક કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. બંને ફોન જેલ સ્ટાફે કબજે લીધા હતા.

બેરેકમાં હાજર 42 જેટલા આરોપીઓની પૂછપરછ છતાં કોઈએ પણ મોબાઈલની માલિકી સ્વીકારી ન હતી. પરિણામે બંને મોબાઈલ બિનવારસી તરીકે જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ જેલ રેન્જ આઈજીના ચેકિંગ દરમિયાન પાન-બીડી જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. એક જ સપ્તાહમાં બીજી વખત થયેલા સર્ચ ઓપરેશનમાં મોબાઈલ ફોન ઝડપાતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 223 તેમજ પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચ્યા અને તેમાં કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular