Homeગુજરાતમોરબીહળવદ: પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદ: પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદ તાલુકાના બુટવડા ગામે ચારિત્ર્ય પર ખોટી શંકા રાખીને પતિ દ્વારા આપવામાં આવતા સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ મોતનો વહાલું કરી લીધું છે. આ અંગે હળવદ પોલીસે મૃતકના પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના થળા ગામે રહેતા ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ આરોપી મુકેશભાઇ ગણેશભાઈ લોદરીયા રહે. બુટવડા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાની પત્નીને કોઇ અન્ય માણસ સાથે આડાસબંધો હોય એ બાબતે સતત વહેમ રાખી પોતાની પત્નીને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular