Homeગુજરાતમોરબીખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

મોરબી તાલુકાના ખાખરાળા ગામની તાલુકા શાળામાં તા. 23 જૂન, 2026ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત મોરબીના મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સિટી મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી, સીઆરસી કો-ઓર્ડિનેટર દુષ્યંતભાઈ મારવાણિયા તેમજ પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોના વરદહસ્તે આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાખરાળા ગામની જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના અધિકારી પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, સ્ટેશનરી કિટનું વિતરણ કર્યું હતું. ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ભરપેટ નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. પોતાની જ શાળામાં અભ્યાસ કરીને આગળ વધેલા પી.ડી. કાંજીયાએ જે શાળામાં શિક્ષણ મેળવ્યું હતું તે જ શાળાનું ઋણ અદા કરવાનો અવસર મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular