હળવદ પોલીસ સ્ટેશનમાં નર્મદા નીગમની જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દેવળીયા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલના સાયફન ખાતે કોઈ અજાણ્યા ઇસમે કેનાલમાં બાકોરું પાડી આશરે રૂ. 20,000નું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે નર્મદા નીગમમાં ફરજ બજાવતા દિલીપકુમાર કરમશીભાઈ ચાવડા (રહે. જુના અમરાપર, તા. હળવદ) દ્વારા અરજી આપતા હળવદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 324(3), 324(4) તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ-1984ની કલમ 3(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ તા. 18 જૂન 2026ની રાત્રિ દરમિયાન ધાંગધ્રા બ્રાંચ કેનાલના જુના દેવળીયા ગામની સીમમાંથી પસાર થતા ભાગમાં આવેલ સાયફનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા અરજીના આધારે તા. 23 જૂનના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હાલમાં આરોપી અજાણ્યો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે હળવદ પોલીસના વી.પી. ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.