Homeગુજરાતમોરબીમોરબીમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી : ઠેરઠેર છબીલ, ન્યાઝનું વિતરણ અને કલાત્મક...

મોરબીમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી : ઠેરઠેર છબીલ, ન્યાઝનું વિતરણ અને કલાત્મક તાજિયાઓના જુલુસથી માહોલ ધાર્મિક રંગે રંગાયો

મોરબી શહેરમાં પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ઈમામ હશન અને ઈમામ હુસૈનની યાદમાં શ્રદ્ધા અને આસ્થાભેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર છબીલનું આયોજન કરી શ્રદ્ધાળુઓ તેમજ રાહદારીઓ માટે ઠંડા પીણા, કોલ્ડ્રિંક્સ, છાસ, પાણી સહિત વિવિધ પ્રકારની વાનગીઓ અને ન્યાઝ (પ્રસાદ)નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મોહરમ પર્વને અનુલક્ષીને વિવિધ મંડળો અને યુવાનો દ્વારા આકર્ષક અને કલાત્મક તાજિયાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. રંગબેરંગી સજાવટ અને મનોહર કારીગરીથી તૈયાર કરાયેલા તાજિયાઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ સ્વરૂપે પસાર થસે, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહેછે

આ પ્રસંગે કોમી એકતા, ભાઈચારો અને માનવસેવાનો અનોખો સંદેશ પણ પ્રસરતો જોવા મળી રહ્યો છે. વિવિધ સમાજના લોકો દ્વારા પણ મોહરમ પર્વના કાર્યક્રમોમાં સહભાગી બની સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. શહેરમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સેવા અને સમરસતાની ભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમોને લઈ સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular