Homeગુજરાતમોરબીમોરબીમાંથી વિદેશી દારૂની 24 બોટલો સાથે છ ઝડપાયાં 

મોરબીમાંથી વિદેશી દારૂની 24 બોટલો સાથે છ ઝડપાયાં 

મોરબી શહેરના શક્ત સનાળા ગામ પાસે આનંદ પેલેસની સામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી સિટી એ ડીવિઝન પોલીસે દરોડો પાડીને એક આઇ-૨૦ (i20) કાર, વિદેશી દારૂની ૨૪ બોટલો અને ૬ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ૬ શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શકત શનાળા નીતિનગર પટેલ સમાજ વાડીની સામે, આનંદ પેલેસ નજીક બાવળની ઝાડીમાં વિદેશી દારૂનુ કંટીગ ચાલુ હોય તે દરમિયાન રેઇડ કરતા સ્થળ પરથી આઇ-20 કારમા વિદેશી દારૂ ઉતારી રહ્યા હોય ત્યારે પોલીસ આઇ-20 કારમાથી દાર ઉતરતા છ શખ્સોપિન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા (ઉં.વ. ૨૮) રહે. રાજપર રોડ, મોરબી, ચિંતનભાઈ ભરતભાઈ કરકટા (ઉં.વ. ૨૦) રહે. શક્ત સનાળા, મોરબી, વિશાલભાઈ કમલેશભાઈ શીયાળ (ઉં.વ. ૨૧) રહે. વીશીપરા, અમરેલી રોડ, મોરબી, રવીન્દ્રપાલસિંગ રતનસિંગ રાવત (ઉં.વ. ૨૩), રહે. બ્યાવર, રાજસ્થાન, દેવેન્દ્રસિંગ પ્રતાપસિંગ વિજયસિંગ રાવત (ઉં.વ. ૨૨, રહે. બ્યાવર, રાજસ્થાન, રમેશસિંગ હરીસિંગ પુરનસિંગ રાવત (ઉં.વ. ૨૯) રહે. બ્યાવર, રાજસ્થાન વાળાને વિદેશી દારૂની બોટલ નંગ -૨૪ કિંમત રૂપિયા ૨૬,૪૦૦ તથા કાર કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૨૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular