Homeગુજરાતમોરબીટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી એસ.ટી. ડેપોમાં હેલ્થ કેમ્પ યોજાયો, 145...

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી એસ.ટી. ડેપોમાં હેલ્થ કેમ્પ યોજાયો, 145 કર્મચારીઓએ લિધો લાભ 

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન મુજબ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એસ.ટી. ડેપો મોરબી ખાતેના તમામ કર્મચારી / અધિકારી માટે એક્સ- રે, ટીબી, લેપ્રસી સ્ક્રીનીંગ,બી.પી., ડાયાબીટીસ તથા જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે ટીબી મૂક્ત ભારત અભિયાન અંતર્ગત થીમ,”જન જન કા રક્ખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન” અન્વયે તમામ વનરેબલ ગ્રૂપ ધરાવતા લોકોની ટીબી અંતર્ગત સ્ક્રીનીંગ તથા એક્સ-રે ટેસ્ટ કરવાના થતા હોય મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. કર્મચારીઓ માટે ખાસ હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ ટીબી ડિવીઝન ન્યૂ દિલ્હી દ્વારા ફાળવેલ ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા છાતી ના એક્સ-રે, બી.પી., ડાયાબીટીસ તથા જનરલ હેલ્થ ચેક અપ કરવામાં આવેલ જેમાં અંદાજીત ૧૪૫ કર્મચારીઓ અધિકારીઓ એ ભાગ લીધેલ હતો,

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ત્વરિત નિદાન તથા સારવારનો હતો જેને સફળ બનાવવા ડેપો મેનેજર પી.જી. કુંપાવત ,ATI વનરાજસિંહ ઝાલા, પ્રમુખ ડી.એન. ઝાલા , J.A. ઉમેશભાઈ વાઢેર, ADM મહેશભાઈ પંડ્યા તથા ધવલભાઈ સંગત સાઇ તથા તમામ કર્મચારીએ ભારે જહેમત ઉઠાવી હતી.

હેલ્થ કેમ્પ માં અર્બન હેલ્થ સેન્ટર વાવડી રોડ ના ડૉ.હાર્દિક દેત્રોજા સર તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર માંથી ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી , સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા અર્બન હેલ્થ ઓફિસ વાવડી રોડના કર્મચારીઓ હાજર હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular