મોરબીની શ્રી રામ સોસાયટીમાં રહેતા અને મોટા દહીસરા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતી પરણિતાએ પોતાના પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ગંભીર ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીની શ્રી રામ સોસાયટીમાં રહેતા અને મોટા દહીસરા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા પુનમબેન બ્રિજેશભારથી ગોસ્વામી (ઉં.વ. ૪૩) એ આરોપી બ્રિજેશ ભારથી કિશોર ભારથી ગોસ્વામી, હંસાબેન કિશોર ભારથી ગોસ્વામી, કિશોર ભારતી લાલ ભારથી ગોસ્વામી, ધર્મેશ ભારથી કિશોરભારથી ગોસ્વામી રહે. ચારેય શ્રીરામ સોસાયટી બાપા સીતારામ ચોક પાસે આનંદ સ્ટેશનરી બાજુમાં મોરબી તથા નિરાલી બેન રિતેશ પરી ગોસ્વામી રહે. આદિપુર જી. કચ્છવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના લગ્નજીવન દરમિયાન તેના પતિ તથા સાસુ સસરા તથા જેઠ અને નણંદે અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તથા ફરિયાદિને સંતાનમા ત્રણ દિકરીઓ હોય અને દિકરો ન હોય જે બાબતે અવારનવાર મેણાટોણા મારી હેરાન પરેશાન કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.