મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જીલ્લામાં વસતા તમામ રાજપૂત (ક્ષત્રિય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી જુલાઈ માસના છેલ્લા રવિવારે એટલે કે તારીખ ૨૬/૦૭/૨૦૨૬ ના રોજ યોજાશે. સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બાળકોને પ્રોત્સાહિત કરવાનો છે.
ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું થશે બહુમાન
આ સન્માન સમારોહમાં મોરબી જીલ્લાના રાજપૂત પરિવારોના ધોરણ ૫ થી લઈને કોલેજ કક્ષા સુધીના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પોતાની શાળા કે કોલેજમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર, એટલે કે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રાજપૂત સમાજ દ્વારા વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવશે.
માર્કશીટ જમા કરાવવાની છેલ્લી તારીખ અને નિયમો
આ સમારોહમાં ભાગ લેવા ઈચ્છતા તમામ વાલીઓએ પોતાના બાળકોની માર્કશીટની ઝેરોક્ષ નકલ સંપૂર્ણ માહિતી સાથે તારીખ ૧૧/૦૭/૨૦૨૬, શનિવાર સુધીમાં નિયત કરાયેલા સરનામે રૂબરૂ પહોંચાડવાની રહેશે. આ તારીખ પછી કોઈ પણ માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કોઈ પણ વાલીએ બાળકની માર્કશીટ વોટ્સએપ (WhatsApp) દ્વારા મોકલવી નહીં, માત્ર હાર્ડ કોપી જ માન્ય રહેશે.
અહીં સંપર્ક કરવો (માર્કશીટ જમા કરાવવા માટેના સ્થળો):