મોરબીમાં દર્દીઓ માટે આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ પહેલરૂપે રાજકોટની મારવાડી યુનિવર્સિટી તથા સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર અને શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા આવતીકાલે તા. 20 જૂન, 2026ના રોજ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની શારીરિક, ન્યુરોલોજીકલ અને બાળરોગ સંબંધિત તકલીફો માટે નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે.



