મોરબી: મોરબીના ઐતિહાસિક દરબારગઢ ચોક ખાતે બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સ્થાપનાને ૪૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માં ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સંવત જેઠ સુદ-૫ ને શુક્રવાર, તારીખ ૧૯-૦૬-૨૦૨૬ ના રોજ આ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.
મહોત્સવના ભાગરૂપે સાંજે ૭:૩૦ કલાકે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરબારગઢ ચોક સ્થિત ખોડિયાર મંદિર ખાતે યોજાનાર છે, જેમાં જોડાવા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ અપાયું છે.
નોંધનીય છે કે, નવચંડી હવનમાં યજમાન પદે બેસવા ઈચ્છતા ભાવિકો માટે આગોતરા રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રસ ધરાવતા ભક્તોએ મંદિરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા સંચાલકોના મોબાઈલ નંબર 82000 07560 કે 99099 74717 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.