Homeગુજરાતમોરબીમોરબી નજીક કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ મોરબી મોરબી નજીક કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ By morbisahyognews June 16, 2026 292 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કારખાનામાંથી કોપર વાયરની અનડીટેક્ટ ચોરી ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ ટીમે ઝડપી પાડેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો રજિસ્ટર થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમીના આધારે આ ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ઇસમોને મોરબી જેતપુર રોડ સાપર ગામના પાટીયા પાસે ગાળા તરફ જવાના રસ્તે આવેલ ભંગારના ડેલા ખાતેથી ચોરીમાં ગયેલ કોપર વાયર કિ.ગ્રા.૮૧ કી.રૂ.૯૭,૨૦૦/-, બોલેરો વાહન જીજે ૩૬ ટી ૭૦૧૩ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૨૦૦/ના મુદ્દામાલ સાથે આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા રહે. હાલ માળીયા ફાટક પાસે કાંતીનગર મોરબી, સાગરભાઈ મેરામભાઈ સોલંકી રહે. મેધપર તા.માળીયા મીયાણા, ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર રહે. સાપર ગામ તા.જી.મોરબી મુલ રહે. ચાંદરસ તા.માંડલ જી.ભીલવાડ રાજસ્થાનવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ અન્ય બે ઈસમો રવિભાઈ લાખાભાઇ સોલંકી રહે. મેધપર તા.માળીયા હાલ મોરબી તથા સચિનભાઈ લાખાભાઈ સોલંકી રહે. મેધપર તા. માળીયા (મી) હાલ રહે. મોરબીવાળાનુ નામ ખુલતા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026