Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક મળશે આગામી 17 જૂને મળશે

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક મળશે આગામી 17 જૂને મળશે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરીયા અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી વિદ્યાસાગર (IAS) ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૧૭/૦૬/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે બરાબર ૧૨:૦૦ કલાકે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા જિલ્લા પંચાયત ભવનના રૂમ નંબર ૧૯ (સભાખંડ) ખાતે યોજાશે, જેમાં હાજર રહેવા માટે તમામ ચૂંટાયેલા સદસ્યઓને સત્તાવાર એજન્ડા સાથે આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે.

આ ખાસ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા પંચાયત હસ્તકની જુદી-જુદી વિષયવાર સમિતિઓની નવી રચના કરવાનો છે. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની વિવિધ કલમો હેઠળ જિલ્લા પંચાયતને મળેલા કાનૂની અને વહીવટી અધિકારોની સુપ્રતિ એટલે કે સત્તાઓની સોંપણી અંગે આ સભામાં આખરી નિર્ણય લેવામાં આવશે. પંચાયત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિતિઓની રચના થવાથી આગામી દિવસોમાં ગ્રામ્ય સ્તરના વિકાસકામોની મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

આ સભા દરમિયાન અગાઉ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે તેમજ તે બેઠકમાં લેવાયેલા વિવિધ ઠરાવોની અમલવારીની વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ જિલ્લા પંચાયતના સભ્યો તરફથી રજૂ થયેલા લોકઉપયોગી પ્રસ્તાવો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનારા તત્કાલીન પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular