Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં-10ની મુલાકાત લીધી 

મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં-10ની મુલાકાત લીધી 

મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં. 10ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વોર્ડના સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ રામાપીરના મંદિર પાસેનો ખુલ્લો પ્લોટ અને લાયન્સનગર સોસાયટી સામે આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગોકુલનગર અને ઉમા-2 વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ જાહેરમાં કચરો સળગાવતા ઇસમો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.સંગમ વોટર પાર્ક તથા શક્તિમાં ના મંદિર પાસે આવેલ નાળાની વિઝિટ પણ કરવામાં આવેલી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular