Homeગુજરાતમોરબીમોરબીના ટીંબડી પાટીયા પાસે કારખાનામાંથી રૂ.1.75 લાખના કેબલ વાયરની ચોરી

મોરબીના ટીંબડી પાટીયા પાસે કારખાનામાંથી રૂ.1.75 લાખના કેબલ વાયરની ચોરી

મોરબીના ટીંબડી પાટીયા પાસે એક કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં મોડી રાત્રે દિવાલ ટપીને આવેલા ચાર અજાણ્યા તસ્કરો કારખાનાના ગોડાઉનમાંથી આશરે રૂ. ૧,૭૫,૦૦૦ ની કિંમતનો કોપર અને એલ્યુમિનિયમનો કેબલ વાયર ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બરવાળા ગામના વતની યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (ઉં.વ. ૩૦)એ આરોપી અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાગીદારીના કારખાનાના ગોડાઉનમાં મોડી રાતના સમયે ચારેક અજાણ્યા ઇસમો અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના કારખાનાની દિવાલ ટપી અંદર પ્રવેશ કરી કારખાનાના ગોડાઉનમાં ખુલ્લા દરવાજા વાટે ગુપ્ત અપપ્રવેશ કરી ગોડાઉનમાં મશીનરીમાં કામમાં વાપરતો અને ઉપયોગમાં લેવાયેલ કોપર તથા એલ્યુમીનીયરનો ફાઇબરનો કોટીંગવાળો કેબલ વાયર અંદાજે ૩૫૦ કીલો જેની કુલ કી.રૂ. ૧૭૫૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular