Homeગુજરાતમોરબીમોરબી ત્રાજપર ચોકડી પાસેથી 1.48 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો 

મોરબી ત્રાજપર ચોકડી પાસેથી 1.48 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો 

મોરબી ત્રાજપર ચોકડી પાસેથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે ડાલુલાલ ગોયલ રહે.રાજસ્થાન વાળો ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો પોતાના કબજામાં રાખી ત્રાજપર ચોકડી પાસે આવેલ મેલડીમાંના મંદિર પાસે વેચાણ કરવાની પેરવીમાં હોય તે દરમ્યાન બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ઇસમ મેફેડ્રોન પાવડર ૪૯.૩૮૦ ગ્રામ કિ.રૂ. ૧,૪૮,૧૪૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૫૩,૧૪૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલિસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular