Homeગુજરાતમોરબીવાંકાનેરમાં યુવક પર કુહાડી અને છરીથી જીવલેણ હુમલો

વાંકાનેરમાં યુવક પર કુહાડી અને છરીથી જીવલેણ હુમલો

વાંકાનેરમાં કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે સ્ટેશનરી ખરીદીને એક્ટિવા પર પરત ફરી રહેલા બે પિતરાઈ ભાઈઓ પર જૂની અદાવતનો ખાર રાખીને કુહાડી અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરની આંબેડકર નગરમાં રહેતા અને ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યશદીપ હિતેશભાઈ સોલંકી (ઉ.વ.૨૨) એ આરોપી એજાજા ઉર્ફે દાદલી, એજાજનો ભાઈ, ઈકબાલ તથા અન્ય ચાર શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓને ભરવાડ જ્ઞાતીના લોકો સાથે ઝઘડો થયેલ હોય જેથી આરોપીઓ તથા અજાણ્યા ચાર ઇસમો પ્રાણધાતક હથિયારો સાથે એકસીસ બેન્કના ખૂણે ઉભા હોય અને ફરીયાદી તથા સાથી મનિષ પોતાનુ એકટીવા લઇને ત્યાંથી નિકળેલ અને ફરિયાદી સાથે રહેલ સાથી મનિષ, આરોપીઓને ઝઘડો થયેલ તે ભરવાડ જ્ઞાતીના લોકોનો મિત્ર હોય જેથી ફરિયાદિ તથા સાથી અનુ સુચિત જાતિના હોવાનુ જાણવા છતા ***આ લોકોને મારી ના” તેમ કહી આરોપીઓએ પીછો કરતા ફરિયાદી તથા સાથી એકટીવા લઇ ભાગવા જતા ફરિયાદિનુ એકટીવા શારદા સ્કુલ પાસે આવેલ ઇલે પોલ સાથે ભટકાઈ જતા નીચે પડી જતા ઉભા થઇ ભાગવા જતા આરોપી એજાજએ ફરિયાદિને જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડીનો છુટો ઘા મારતા ફરિયાદિને ગરદનના પાછળના ભાગે લાગેલ તથા અજાણ્યા ઇસમો પૈકીના કોઇએ ફરિયાદિને પીઠના ભાગે છરીનો એક ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular