Homeગુજરાતમોરબીહળવદમાં ભાજપ નેતા બેફામ, નગરપાલિકાના સેનિટેશન ચેરમેને પાણી પુરવઠા વિભાગના ક્લાર્ક પર...

હળવદમાં ભાજપ નેતા બેફામ, નગરપાલિકાના સેનિટેશન ચેરમેને પાણી પુરવઠા વિભાગના ક્લાર્ક પર લાકડી વડે હુમલો કર્યો

હળવદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જાણે કાયદો અને વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી પર પાલિકાના જ સેનિટેશન ચેરમેનએ ઓફિસમાં ઘૂસીને સ્ટીલની સ્ટીક (લાકડી) વડે હુમલો કરી, ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના કવાડીયા ગામના વતની હાલ હળવદના રુદ્ર ટાઉનશીપ-૦૨ સોસાયટીમાં રહેતા અને હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તુષારદાન મનહરદાન ગઢવી (ઉં.વ. ૩૩)એ આરોપી હળવદ નગરપાલિકાના સેનિટેશન ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારી રહે. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી હળવદ નગરપાલીકા પાણી પુરવાઠાની ઓફીસે ફરજ પર હોય તે દરમ્યાન ફરીયાદીના મોબાઈલમા આરોપીએ મોબાઈ નંબર પરથી ફોન કરી પાણી પહોંચાડવા બાબતે ફરીયાદીને ગાળો આપી અને આરોપી ઓફીસે આવી ફરીયાદી સાથે પાણી પહોંચાડવા બાબતે બોલાચાલી કરી આરોપીના હાથમા રહેલ સ્ટીલની સ્ટીકથી ફરીયાદીના બંન્ને હાથના કાંડાના ભાગે માર મારી શરીરે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular