Homeગુજરાતમોરબીમોરબીમાં નબીરાનો વધુ એક આતંક: કારની ટક્કરે મહિલાનું મોત

મોરબીમાં નબીરાનો વધુ એક આતંક: કારની ટક્કરે મહિલાનું મોત

વાવડી ચોકડી પાસે ઓટો રિક્ષાને હડફેટ મારતા 60 વર્ષીય મહિલાનું મોત; સતત બીજા દિવસે અકસ્માતથી પોલીસ કામગીરી સામે સવાલો

મોરબીમાં સતત બીજા દિવસે બેફામ કારચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ મોડી સાંજે વાવડી ચોકડી નજીક જામનગર પાસિંગની કારના ચાલકે ઓટો રિક્ષાને હડફેટ મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં વાવડી ગામના રહેવાસી સોઢા ભાનુબેન દિલીપભાઈ (ઉ.વ. 60)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સનાળા રોડ પર એક વૃદ્ધ કારચાલકે ત્રણ અલગ-અલગ સ્થળે અકસ્માત સર્જ્યો હતો. સતત બીજા દિવસે બનેલી આ ઘટનાને લઈને શહેરમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ વાહનચાલન અને અકસ્માતોની વધતી ઘટનાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular