મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના ચપલા નંગ -17અને એક્ટિવા મળી કુલ રૂ. 42040ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે જાહેર રોડ પરથી એક હોન્ડા કંપનીનું એક્ટિવા રજીસ્ટર નંબર GJ-36-AK-8705 પસાર થઈ રહ્યું હતું. તેના ચાલકની હલચલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને તુરંત જ ત્યાં અટકાવ્યો હતો. અને આરોપીની તલાસી લેતાં એક્ટીવાની ડેકિમાથી વિદેશી દારૂના ચપલા નંગ -17 કિંમત રૂપિયા 2040 તથ એક્ટીવા કિંમત રૂપિયા 40,000 મળી કુલ કિંમત રૂપિયા 42040ના મુદ્દામાલ સાથે આરોપી ઈમરાનભાઈ અકબરભાઈ ભટ્ટી રહે. મહેન્દ્રપરા મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મુસ્તુફા ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી રહે. પંચાસર રોડ ભરતપરા શેરી નં -1 મોરબી વાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.