100થી વધુ વિઘા જમીન અસરગ્રસ્ત થવાના આક્ષેપ વચ્ચે કલેક્ટર કચેરી સુધી કૂચ
મોરબી તાલુકાના જસાપર વિસ્તારમાં પ્રસ્તાવિત બાયપાસને રદ કરવાની માંગ સાથે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બાયપાસના કારણે 100થી વધુ વિઘા ફળદ્રુપ જમીન તેમજ અંદાજે 2000 વિઘા જેટલો વિસ્તાર અસરગ્રસ્ત બનશે. જેના વિરોધમાં 11 જૂન, ગુરુવારના રોજ સવારે 11 વાગ્યે જૂની પોસ્ટ ઓફિસ પાસેની પરશુરામ પોટરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે.
ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા વધુમાં વધુ લોકો જોડાઈ ખેડૂતોના હક્ક માટે અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી છે. “જસાપર બાયપાસ રદ કરો” અને “ખેડૂત એકતા જિંદાબાદ”ના નારા સાથે યોજાનારી આ રેલીને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને જીવનનિર્વાહ બચાવવા માટે આ લડત લડવામાં આવી રહી છે.