Homeગુજરાતમોરબીરાત્રે પીને ગાડી ચલાવી અકસ્માત સર્જનાર જંતીલાલ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

રાત્રે પીને ગાડી ચલાવી અકસ્માત સર્જનાર જંતીલાલ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં પણ આવો જ એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં શહેરના એક વેપારીએ દારૂના નશામાં પોતાની કાર હંકારી બે અલગ-અલગ સ્થળે અકસ્માત સર્જતા લોકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ હતી. ઘટનાના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરના રવાપર રોડ પર સરદાર બાગ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જંતીલાલ દેત્રોજા નામના વેપારીએ રાત્રિના સમયે પોતાની વરના કાર દારૂના નશામાં ચલાવી હતી. આ દરમિયાન શનાળા રોડ વિસ્તારમાં બે જુદા-જુદા સ્થળોએ અકસ્માત સર્જાયો હતો અને કેટલાક વન વાહનોને હડફેટે લિધા હતા. અકસ્માતના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારચાલક જંતીલાલ દેત્રોજા દારૂના નશામાં હોવાનું સામે આવતાં પોલીસે તેની અટકાયત કરી હતી. જરૂરી મેડિકલ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસે આરોપી જંતીલાલ દેત્રોજા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ 185, 3 અને 181 તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular