Homeગુજરાતમોરબીમાળિયા હાઇવે પર એસ.ટી. બસને ઠોકર મારનાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ

માળિયા હાઇવે પર એસ.ટી. બસને ઠોકર મારનાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ચિતલ ગામે રહેતા અને માંડવી ડેપોમાં એસ.ટી. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સંતોષભાઈ વિક્રમભાઈ પરમાર (ઉ.વ.૨૭) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-GJ-12CT-9253. વાળીના ચાલક વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક રજીસ્ટર નં-GJ-12CT-9253 વાળો પુર ઝડપે અને ગફલત ભરી રીતે માનવ જીદગી જોખમાય તેમ જાહેર રોડ ઉપર ચલાવી આગળ જતી ફરીયાદીની એસ.ટી બસ રજીસ્ટર નં-GJ-18ZT-0280 વાળીની પાછળથી ઠોકર મારી ફરીયાદીની આગળ જતા ટ્રક સાથે ફરીયાદીની હવાલાવાળી એસ.ટી બસ ભટકાઈ જતા બસમા નુકશાન કરી ગુન્હો કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular