Homeગુજરાતમોરબીમોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ હેઠળ નગરદરવાજા ચોકમાં સફાઈ અભિયાન

મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ હેઠળ નગરદરવાજા ચોકમાં સફાઈ અભિયાન

મેયર ઉત્તમ સુરાણી સહિત મહાનગરપાલિકાની ટીમે શાકમાર્કેટ વિસ્તારમાં ચલાવી વિશેષ સફાઈ ઝુંબેશ

રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાન અંતર્ગત મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે શહેરમાં આજથી 14મી તારીખ સુધી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શનની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત આજે મોરબીના નગરદરવાજા ચોક તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક કલેક્શન માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી કમિશનર સોની, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.

નગરદરવાજા ચોકથી શાકમાર્કેટ સુધી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ મેયર ઉત્તમ સુરાણીએ સ્થળ પર જઈ સફાઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular