Homeગુજરાતમોરબીમોરબીમા જુની અદાવતમાં પરિવાર પર ધોકા પાઈપ વડે પાંચ શખ્સોનો હુમલો

મોરબીમા જુની અદાવતમાં પરિવાર પર ધોકા પાઈપ વડે પાંચ શખ્સોનો હુમલો

મોરબીના ખાટકી વાસ વિસ્તારમાં એક જ ફળીયામાં રહેતા અને એક જ ડેલી ધરાવતા પરિવારમાં જૂની અદાવત અને મકાનની ડેલી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ ઉશ્કેરાઈને પોતાના જ કાકા, કાકી અને ભત્રીજા પર લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ખાટકી વાસમાં રહેતા નવાઝ ઇકબાલભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૮) એ આરોપી દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરુખ દાઉદભાઈ ચૌહાણ, ફાતીમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ, રહે. બધા મોરબી તથા શબીર અબ્બાસ તરકબાણ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમજ સાથી અને આરોપીઓ એજ ફળીયામા મકાનમાં રહેતા હોય જે મકાનની ડેલી બંધ કરવા બાબતે અવાર લડાઈ જગડો થતો રેહતો હોય તે વાતનો ખાર રાખી આરોપી દાઉદભાઈ તેમજ શાહરૂખએ ફરીયાદીના ઘરે જઈ તેની માતાને ભુંડાબોલી ગાળો આપી લડાઈ કરતા ફારીયાદી તેમજ સાથી ઇકબાલભાઇ ત્યા આવતા તેમની બન્ને આરોપીઓએ તેમની સાથે જગડો કરી જપાજપી કરતા આરોપીઓ ફાતીમાબેન અને ઇરમએ આવીને સાથી ઝરીનાબેન સાથે જગડો કરી ગાળો આપી જપાજપી કરતા ફરીયાદી વચ્ચે પડતા આરોપીઓએ ફારિયાદી તેમજ સાથીને ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ઈજા કરેલ હોય તે દમિયાન આરોપી શાહરૂખએ સાથી ઇકબાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડે લ હોય તેમજ આરોપી શાહરૂખએ સાથી ઝરીનાબેનને વાળથી પકડી ઢસડીને શેરીમા લાવી આરોપીઓએ મળી સાથી ઝરીનેબેનને ઢીકા પાટુનો મુંઢ માર મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular