Homeગુજરાતમોરબીમોરબી; સાયન્ટીફીક રોડ પર વાડામાંથી ગાંજો અને ‘હાઈબ્રિડ ગાંજા' ના જથ્થા સાથે... મોરબી મોરબી; સાયન્ટીફીક રોડ પર વાડામાંથી ગાંજો અને ‘હાઈબ્રિડ ગાંજા’ ના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો By morbisahyognews June 2, 2026 222 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડીવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીના ડબજા ભોગવટાવાળા વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો તથા હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, દાઉદભાઇ અબ્બાસભાઇ ખુરેશી રહે. સાયન્ટીફીક રોડ, વજેપર, મોરબી-૧ વાળાએ રહેણાંક મકાનની સામે પોતાના કબજા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૯૯૨ ગ્રામ કિ.રૂ.૯૯,૬૦૦, માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ૧૧ ગ્રામ ૩૭ મીલીગ્રામ કિ.રૂ.૩૮,૬૨૯, ઇલેક્ટ્રીક વજન કાટો મોટો તથા નાનો મળી નંગ ૨ કી.રૂ ૭૦૦, ગાંજોનો વેપાર કરી તેના મેળવેલ રોડક રૂપીયા ૧૬૨૦ તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કીમંત રૂપીયા ૧,૪૫,૫૪૯ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૦(બી) (૨-બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026