મોરબી શહેરમાં રહેતા યુવકના બહેનના ત્રણ વર્ષ પહેલાં થઈ ગયેલા છૂટાછેડાનું મનદુઃખ રાખીને પૂર્વ પતિએ પોતાના સાળાનો ફિલ્મી ઢબે ફોર્ચ્યુનર ગાડીમાં પીછો કર્યો હતો. ત્યારબાદ સનાળા રોડ પર રસ્તો આંતરીને જાહેરમાં બેઝબોલના લાકડાના ધોકા વડે યુવક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા દિવ્યરાજભાઈ કિરણભાઈ સનારીયા (ઉ.વ.૨૨) એ આરોપી ભાવેશભાઈ દેવકરણભાઈ સાવરીયા રહે. રાજપર ગામ મોરબીવાળા વિરૂદ્ધ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે જુના મન:દુખનો ખાર રાખી ફરીયાદીને લાકડાના ધોકા વડે ધોકાનો એક ઘા કમરના ભાગે તથા એક ઘા જમણા પગના સાથળમાં તથા એક ઘા ડાબા પગના સાથળમાં મારી મુઢ ઇજાઓ કરી તેમજ મા-બહેનની ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીના સ્પેલ્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે.-૦૩- જે.જી.-૭૧૬૫ વાળામાં આગળના ટોપાના ભાગે ધોકાના ઘા મારી નુકશાની કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.