મળતી માહિતી મુજબ ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે વીરપર ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૪૦ કિંમત રૂપિયા ૨૯૦૦૦ નો મુદામાલ ઝડપી પાડી આરોપી રેઇડ દરમિયાન સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉધરેજા રહે. વિરપર તા. ટંકારાવાળો હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.