મોરબી: ફાયર કંટ્રોલ રૂમને આજે વહેલી સવારે 06:45 વાગ્યે રેસ્ક્યુ કોલ મળ્યો હતો કે સુરજબારી પુલ પહેલા દેવસોલ્ટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા મોરબી ફાયર ટીમ, ટોલ પ્લાઝા રોડ પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી ફસાયેલા ડ્રાઈવરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે સુરજબારી PHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતમાં અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે હાઈવે પર અકસ્માતને કારણે માર્ગ અવરોધિત થતા અંદાજે 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.