હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે જુના દેવળીયા ગામે આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવા હાલ રહે ગામ જુના દેવળીયા ચરાડવા રોડ તા.હળવદ વાળાના કબ્જાવાળા રહેણાંક મકાને દારૂ અંગે રેઇડ કરતા વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ ૯૮૫ જેની કુલ કિ.રૂ.૨,૧૯,૧૫૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે તથા અન્ય એક શખ્સ ઇમરાન કરીમભાઈ સંધવાણી રહે. જુના દેવળીયા વાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.