મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાઘપરા શેરી નંબર-૧૦ માં પહોંચતા એક ઈસમ પ્લાસ્ટિકની કોથળી સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૬ કિંમત રૂપિયા ૧૭૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનગ્રા (ઉ.વ. ૪૦) રહે. વાઘપરા શેરી નં. ૧૦, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ દારૂ સપ્લાય કરનાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.