મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ભડીયાદ કાંટા પાસે જાહેર ખુલ્લી જગ્યામાં બે ઇસમો વર્લીફીયરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બે આરોપીઓને જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ એક ડાયરી તથા બોલપેન તથા રોકડા રૂપિયા ૧૧,૧૨૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવેલ બે ઇસમો નિમેશ ઉર્ફે કાનો અશ્વિનભાઇ મિરાણી (ઉ.વ.૩૮) તથા પ્રવિણ ઉર્ફે ઘનો અજુભાઇ સોમાણી (ઉ.વ.૩૦) રહે. બંને મોરબી-૨ વિધાનગર સોસાયટી જી.મોરબી વાળાને પકડી પાડેલ તેમજ હાજર નહિ મળી આવેલ બે ઇસમો અફઝલ ઉર્ફે જલો સમા રહે.મોરબી-ર સો ઓરડી તથા રાજુભાઇ મહાલીયા કોળી રહે. ભડીયાદ કાંટે મોરબીવાળા સહિત કુલ-૪ ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.