Homeગુજરાતમોરબીરાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો મોટો જથ્થો પકડી...

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાં રાજકોટ રેન્જ ટીમે ગેરકાયદેસર બાયોડિઝલના મોટા જથ્થા સામે કાર્યવાહી હાથ ધરી 75 હજાર લીટર શંકાસ્પદ જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સહિત કુલ રૂ.1.69 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ વિભાગ રાજકોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ-ડિઝલની અછત દરમિયાન સંગ્રહખોરી, ભેળસેળ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે રાજકોટ રેન્જ ટીમને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ રાજકોટ રેન્જની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને મળેલી બાતમીના આધારે ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલ સુર્યદીપ વેર હાઉસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ટાટા ટેન્કર નં GJ-12-BY -1139 માંથી અંદાજે 35 હજાર લીટર તેમજ અશોક લેલેન્ડ ટેન્કર નં. GJ-35-T-3423 માંથી અંદાજે 10 હજાર લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું.

આ ઉપરાંત શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાંથી ટાટા ટેન્કર નં. GJ-12-BZ-1188 માંથી અંદાજે 34 હજાર લીટર પીળાશ અને લીલાશ પડતા રંગનું શંકાસ્પદ પ્રવાહી ઝડપાયું હતું.

પોલીસે ત્રણેય ટેન્કર, 75 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1,69,80,000 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. સમગ્ર કાર્યવાહી બાદ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી માટે મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે એફ.એસ.એલ. ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular