Homeગુજરાતમોરબીવાંકનેરમાં જૂની અદાવતનો ખાર રાખી નગરપાલિકાના હેડ ક્લાર્ક પર પાઇપ-છરી વડે જીવલેણ...

વાંકનેરમાં જૂની અદાવતનો ખાર રાખી નગરપાલિકાના હેડ ક્લાર્ક પર પાઇપ-છરી વડે જીવલેણ હુમલો: 5 સામે ફરિયાદ

વાંકનેરના આંબેડકરનગરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. દશ વર્ષ જુની અદાવતનો ખાર રાખી નગરપાલિકાના હેડ ક્લાર્ક પર અચાનક લોખંડના પાઇપ અને તીક્ષ્ણ છરી વડે હુમલો કરતા પાંચ ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર આંબેડકરનગર શેરી નં -૦૪ માં રહેતા અને નગરપાલિકામાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ.૪૧) એ આરોપી કરણભાઈ રમેશભાઈ સારેસા, સાહીલ મનુભાઈ વાઘેલા, ચિરાગભાઈ મૂળજીભાઈ બોસીયા, અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા, સિદ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા રહે બધા ગામ. વાંકનેર, તા. વાંકનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી કરણભાઈ સાથે દસેક વર્ષ પહેલા છોકરી બાબતે મા થાકુટ થયેલ હોય જે બાબતનો આરોપીઓએ ખાર રાખી ફરીયાદિને લોખંડના પાઇપ વડે ઈજાઓ કરી તથા આરોપીઓએ ફરીયાદિને છરી વડે ઇજા કરી તથા સાથી મોહીતને છરી વડે ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદિને તથા સાથીને શરીરે લોખંડના પાઈપ વડે ગંભીર ઈજા કરી તેમજ આડેધડ મારમારી નાનીમોટી ઇજાઓ કરી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular