Homeગુજરાતમોરબીઘરમાં જ ગાંજાનું વાવેતર! મોરબીમાં SOG પોલીસે વાડામાં દરોડો પાડી ગાંજાના છોડ... મોરબી ઘરમાં જ ગાંજાનું વાવેતર! મોરબીમાં SOG પોલીસે વાડામાં દરોડો પાડી ગાંજાના છોડ સાથે એક ઈસમને દબોચ્યો By morbisahyognews May 27, 2026 212 Share FacebookXPinterestWhatsApp મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આરોપીના કબજા ભોગવટાવાળા વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલ નાના-મોટા છોડ તેમજ ગાંજાના જથ્થો સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, પ્રભુભાઇ રઘુભાઇ મકવાણા રહે.વિધ્યુતનગર પાછળ ભારતનગર મફતીયા પરા મોરબી-૨ વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનની સામે પોતાના કબજા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પાસેથી કુલ ગાંજાનો જથ્થો વજન ૪ કિલો ૩૭૬ ગ્રામ જેની કુલ કિ.રૂ.૨,૧૮,૮૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી) ૨૦ (એ) (બી) મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026