Homeગુજરાતમોરબીમોરબી કચ્છ હાઈવે પર સફેદ માટીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો...

મોરબી કચ્છ હાઈવે પર સફેદ માટીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો; 34 લાખનો મુદ્દામાલ જપ્ત 

મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમા સફેદ માટી ભરેલ ટ્રકમા ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-૪૬૮ તથા ચપલા નંગ-૨૩૨ કી રૂ. ૪,૨૧,૨૯૬/- તથા ટ્રક ટ્રેઇલર મળી કુલ રૂ. ૩૪,૨૧,૨૯૬/- નો મુદામાલ માળીયા(મીં) પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.

માળીયા (મીં) પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી-કચ્છ નેશનલ હાઈવે રોડ પર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમા એક ટાટા કંપનીનુ ટ્રક ટ્રેઇલર ગાડી રજીસ્ટર નંબર RJ-19-GE-9114 વાળામા ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય તેવી બાતમીના આધારે બાતમીવાળી ટ્રકનો ચાલક ટ્રક મુકી નાશી ગયેલ જે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૪૬૮ કિ.રૂ.૩,૭૦,૪૧૬/- તથા ચપલા નંગ ૨૩૨ કિ રૂ ૫૦,૮૮૦/- તથા ટ્રક ટ્રેઇલર RJ-19-GE-9114 વાળાની કી રૂ.૩૦,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત ૩૪,૨૧,૨૯૬/- નો મુદામાલ કબ્જે કરી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી ટ્રક મુકી નાશી ગયેલ આરોપીને પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular