Homeગુજરાતમોરબીમાળિયાના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં મોરબી માળિયાના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં By morbisahyognews May 26, 2026 624 Share FacebookXPinterestWhatsApp માળીયા(મીં)ના મોટાદહિંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા ૧,૦૩, ૦૦૦/-તથા મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૧૦, ૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચ ઝડપી પાડેલ છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોટા દહિસરા ગામની સીમમાં ખરાબામાં આવેલ વોકળા કાંઠે ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો અમીતભાઇ જેરામભાઇ પટેલ( ઉ.વ.૪૫) રહે. પીપળી તા.જી.મોરબી, નગીનભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ.૫૪) રહે.ખાખરેચી તા.માળીયા(મીં), વિવેકભાઇ વિનોદભાઇ બાવાજી (ઉ.વ.૩૨), રહે. મોટાદહિસરા તા.માળીયા (મીં) જી.મોરબી, માનસીંગભાઇ દેવાભાઇ કોળી ઉ.વ.૫૫ રહે.વવાણીયા તા.માળીયા (મીં.), હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) રહે.મોટા દહિસરા તા.માળીયા(મીં), રમેશભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.૫૨) રહે.સરવડ તા.માળીયા(મીં)વાળાને રોકડા રૂપિયા ૧,૦૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ. ૧,૧૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ આ રેઇડ દરમ્યાન અન્ય ત્રણ ઇસમો શક્તિ કોળી રહે.ધનાળા તા.હળવદ, અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોટાદહિસરા તા.માળીયા(મીં), ચિરાગભાઇ રાધવજીભાઇ પટેલ રહે.સરવડ તા. માળીયા(મીં)વાળા નાશી ભાગી ગયેલ હોય જેથી આ રેઇડમાં પકડાયેલ તથા નહિ પકડાયેલ તેમ મળી કુલ-૯ આરોપીઓ સામે માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026