ગઇ તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ માળીયા(મીં) ખાતે આવેલ વાગડીયા ઝાંપા અંદર જુની એસ.બી.આઇ.બેન્ક પાસે બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બનેલ જેમાં ફરિયાદી ખમીસાભાઇ ઓસમાણભાઇ જેડા રહે.માળીયા વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે પોતાના કાકાના દિકરા સોહિલને આરોપીના છોકરાઓ સાથે નાની વાતમાં ઝગડો થયેલ હોય જેનો રોષરાખી આરોપીઓ બે ગાડીઓમાં હથિયારો સાથે આવી ફરીયાદી તથા સાથીઓ ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કરી ફરીયાદીના ભાઇ હૈદરભાઇ અલીમહમદ ઉર્ફે ઇલીયાસભાઇ જેડાને આરોપીઓએ બંદુકમાંથી ફાયરીંગ કરી ગોળી મારી શરીરે ગંભીર પ્રકારની ઇજા કરી મોત નિપજાવતા બનાવ ખુનમાં પરિણમેલ હોય જેથી કુલ-૧૦ આરોપીઓ વિરૂધ્ધ માળીયા(મીં) પોલિસ સ્ટેશન ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હોય,ગુન્હાની તપાસ માળીયા(મી)ના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વવારા કરવામાં આવેલ અને તેઓએ આ ગુન્હામાં નવ જેટલા આરોપીઓને અટક કરેલ અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ આ ગુન્હાનો મુખ્ય આરોપી ફારૂકભાઇ હબીબભાઇ જામ રહે.માળીયા(મી), એસ.બી.આઇ.બેન્ક પાસે જી.મોરબીવાળો જે પોતાની ધરપકડ ટાળવા સારૂ છેલ્લા દોઢેક વર્ષથી નાશતો ફરતો હોય જેને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરેલ.
મોરબી જીલ્લાના માળીયા (મીં) પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૦૩,૧૦૯(૧), વિ. મુજબના ખુનના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાશતા ફરતા મુખ્ય આરોપી ફારૂક હબીબભાઇ જામ રહે. માળીયા(મીં) એસ.બી.આઇ. બેન્ક પાસે જી.મોરબીવાળાને પકડી પાડવા સારૂ રૂપિયા-૨૦,૦૦૦/-નું ઇનામ જાહેર કરેલ હોય જેથી મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડ/એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી આ ખુનના ગુન્હાના ઇનામી મુખ્ય આરોપીને પકડી પાડવા માટે કાર્યરત હતા.
એલ.સી.બી.ને ખાનગીરાહે બાતમી મળેલ કે આ આરોપી હાલે માળીયા(મીં) ખાતે આવેલ મચ્છુ માતાજીના મંદિર, ગઢીયા તળાવ પાસે પોતાના ખેતર ખાતે હોવાની બાતમી મળેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી./ પેરોલફર્લો તથા એસ.ઓ.જી.શાખાના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આ ખુનના ગંભીર પ્રકારના ગુન્હાના ઇનામી મુખ્ય આરોપીને ફીલ્મી ઢબે પકડીપાડી આરોપીની જરૂરી પુછપરછ કરી ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી માળીયા(મી) પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ મોરબી એલ.સી.બી/પેરોલફર્લો તથા એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓને માળીયા(મીં) પો.સ્ટે.ના ખુનના ગુન્હાના રૂપિયા ૨૦,૦૦૦/- ના ઇનામના મુખ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.