HomeગુજરાતમોરબીDy.S.P.ના સ્વાંગમાં ઠગાઈ: સોશિયલ મીડિયા પર નકલી આઈકાર્ડ મૂકી છેતરપિંડી કરતો શખ્સ...

Dy.S.P.ના સ્વાંગમાં ઠગાઈ: સોશિયલ મીડિયા પર નકલી આઈકાર્ડ મૂકી છેતરપિંડી કરતો શખ્સ રાજકોટ રેન્જની ગિરફતમાં

રાજકોટ: આર્થિક લાભ મેળવવા માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી (Dy.S.P.) તરીકેની ખોટી ઓળખ ઊભી કરી, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી આચરતા એક રીઢા શખ્સને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી ઇલેક્ટ્રિક ઉપકરણો વડે બનાવેલા નકલી આઈકાર્ડ અને બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને સામાન્ય નાગરિકોને છેતરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ અને હ્યુમન સોર્સ આધારિત બાતમી મેળવવા સતત પ્રયત્નશીલ હતા.

રેન્જ પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે એક શખ્સ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સાયબર ક્રાઇમ આચરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સાયલા-સુદામડા ચોકડી પાસે પુલ નીચેથી આરોપી સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ (ઉં.વ. ૩૧, રહે. સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ, જી. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તે આર્થિક લાભ ખાટવા માટે નકલી દસ્તાવેજો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. સાયલા પોલીસને સોંપાયો. પકડાયેલા આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular