Homeગુજરાતમોરબીવાંકનેરના હસનપર ગામે જુગાર રમતા 6 પકડાયા, એક ફરાર

વાંકનેરના હસનપર ગામે જુગાર રમતા 6 પકડાયા, એક ફરાર

વાંકનેર તાલુકાના હસનપર ગામ પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વાંકાનેરના હસનપર ગામના સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો વિપુલભાઇ ઠાકરશીભાઇ મિરાણી (ઉ.વ-૪૭) રહે-ભાટીયા સોસાયટી, તા.વાંકાનેર જી.મોરબી, કાનાભાઇ છેલાભાઇ સરૈયા (ઉ.વ-૩૮) રહે-હશનપર,તા.વાંકાનેર, રમેશભાઇ ધીરૂભાઇ સાટકા (ઉ.વ-૨૭) રહે. શક્તિપરા હશનપર,તા.વાંકાનેર, સુનિલભાઇ શંકરભાઇ સારલા (ઉ.વ-૨૫) રહે- નવાપરા , વાંકાનેર, હર્ષદભાઇ છગનભાઇ સુસરા (ઉ.વ-૩૪) રહે- હશનપર ,વાંકાનેર, સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયા (ઉ.વ-૨૫) રહે-મીલ પ્લોટ, ડબલચાલી, વાંકાનેરવાળાને રોકડા રૂપિયા ૧,૦૯,૩૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય એક શખ્સ હકાભાઇ ઉર્ફે સીંધાભાઇ મુંધવા નામનો શખ્સ નાસી છૂટ્યો હોય જેથી તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular