Homeગુજરાતમોરબીમોરબીમાં જૂની અદાવતમાં યુવક સહિત બે વ્યકિત પર ધારીયા અને કુહાડી વડે...

મોરબીમાં જૂની અદાવતમાં યુવક સહિત બે વ્યકિત પર ધારીયા અને કુહાડી વડે હુમલો

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં જૂની માથાકૂટની અદાવત રાખીને ચાર શખ્સોએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગરમા રહેતા ગોવિંદભાઈ ધીરૂભાઇ સુરેલા (ઉ.વ.૩૦) એ રાધવ ઉર્ફે હકાભાઇ કુંવરીયા, કપીલ કુંવરીયા, રોહીત ઉર્ફે બાડો ટીડાણી, દિકુ કોળી રહે. બધા – ત્રાજપર ખારી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાથી દીપક દેથરીયા બને ત્રાજપર ખારી ચોરા પાસે હતા ત્યારે આરોપીઓ ફરીયાદી તથા સાથી પાસે આવી આરોપીઓએ સાથીને પોતાના ભત્રીજા ચીન્ટુ સાથે માથાકુટ કેમ કરી તેમ કહી ભુંડી ગાળો આપી આરોપીઓએ સાથીને ધારીયાનો ઘા મારી ઇજા કરતા ફરીયાદી વચ્ચે પડતા આરોપીઓએ ફરીયાદિને ધારીયાનો ઘા મારી ઇજા કરી તથા આરોપીએ ફરીયાદિને કુહાડીના ઘા મારતા ડાબા હાથમા ત્રીજી આંગળી કપાઇ જતા ઇજા થયેલ તથા આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરીયાદિને માર મારી ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદિને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular