Homeગુજરાતમોરબીમાળીયામાં મીઠાના કારખાને મશીન ઓપરેટર બાબતે ઝઘડો; વૃદ્ધ પર ધારીયા વડે હુમલો

માળીયામાં મીઠાના કારખાને મશીન ઓપરેટર બાબતે ઝઘડો; વૃદ્ધ પર ધારીયા વડે હુમલો

માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામની સીમમા. મીઠાના કારખાનામાં મશીન ચલાવવા ગયેલા ઓપરેટરની અદાવત રાખીને એક શખ્સે પોતાના સાથીદાર સાથે મળીને ૭૨ વર્ષના વૃદ્ધ કારખાનેદાર અને તેમના પુત્ર પર લાકડી તથા ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામે રહેતા અને મીઠાનો વેપાર કરતા ગનીભાઈ સુલેમાનભાઈ પાયક (ઉં.વ. ૭૨)એ આરોપી ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટી રહે‌. માળિયા, અજાણ્યા ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી ફતેમહમદના મસીનનો ઓપરેટર ફરીયાદીના મીઠાના કારખાનામા મશીન હાકવા માટે જતો રહેલ તે બાબતનો ખાર રાખી ફરીયાદિ સાથે બોલા ચાલી કરી ફરીયાદિને ગાળો આપી ધારીયા વતી ફરીયાદીને માથાના ડાબી બાજુના ભાગે મારી ફ્રેકચર જેવી ઈજા કરી તથા આરોપી અજાણ્યા શખ્સે ફરીયાદિના દીકરા અસરફને લાકડી વડે શરીરે માર મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular