Homeગુજરાતમોરબીમોરબીમાં સરકારી પાણીની પાઇપલાઇનમાં પંચર કરી ચોરી કરવાનું કૌભાંડ: ખેડૂત સામે ગુનો...

મોરબીમાં સરકારી પાણીની પાઇપલાઇનમાં પંચર કરી ચોરી કરવાનું કૌભાંડ: ખેડૂત સામે ગુનો દાખલ

મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં સરકારી પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. મોરબી હસ્તકની સરકારી યોજનાની મુખ્ય પાઇપલાઇનના એર વાલ્વને નુકસાન પહોંચાડી, પાણીનો મોટો જથ્થો બરબાદ કરી પોતાના અંગત વપરાશ માટે ચોરી કરનાર ખેડૂત સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ રાજકોટના મવડી બાયપાસ રોડ પર રહેતા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વીપુલભાઇ શામજીભાઇ વેકરીયા (ઉં.વ. ૪૫)એ આરોપી નાગડાવાસ ગામની સીમમાં સર્વે નંબર -5 ના જમીન માલિક મેરામભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ,મોરબી હસ્તકની એન.સી.-૬ યોજનાની સરકારી પાઇપલાઇન ના એર વાલ્વ નંબર-૩૫ ને ડીસ્ટર્બ કરી લીકેજ કરી નુકશાન પહોંચાડી જે લીકેજનું પાણી ગેરકાયદેસર રીતે મંજુરી વગર એર વાલ્વ નજીક એક નીક બનાવીને તેમાં પાણી વહેવડાવી ત્યાંથી આશરે ૮૦ મીટર દુર પાણી સંગ્રહ માટે ખાડો બનાવેલ જેમાં પાણી એકત્રીત કરી પીવાના પાણીની વ્યવસ્થાને અસર કરે તે રીતનો ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૨૪-3 તથા ધ પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ ની કલમ ૩,૭ તથા ગુજરાત ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધીનીયમ-૨૦૧૯ ની કલમ ૧૦-૧-૧, ૧૦-૧-૫, ૧૧-૧-૧, ૧૧-૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular