Homeગુજરાતમોરબીવાંકાનેરમાં ફિલ્મી ઢબે અપહરણ અને હિચકારી હુમલો: મામલતદાર કચેરીમાંથી પ્રૌઢને ઊઠાવી જઈ...

વાંકાનેરમાં ફિલ્મી ઢબે અપહરણ અને હિચકારી હુમલો: મામલતદાર કચેરીમાંથી પ્રૌઢને ઊઠાવી જઈ ધોકા-પાઈપ વડે‌ માર માર્યો 

વાંકાનેર તાલુકાની મામલતદાર કચેરી ખાતે કાયદાકીય કામ અર્થે આવેલા એક પ્રૌઢનું ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરી, સીમમાં લઈ જઈ કુહાડીના હાથા અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નના મામલે ચાલી રહેલી અરજીની અદાવતમાં યુવતીના પિતા અને સગાંઓએ આ હિચકારો હુમલો કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (ઉં.વ. ૩૩)એ આરોપી કેશાભાઈ મનજીભાઇ લુંભાણી, વિપુલભાઈ કરશનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલની પત્નિ, હંસાબેન કેશાભાઈ લુંભાણી, વાલજીભાઇ માવજીભાઈ લુંભાણી, કરશનભાઈ લુંભાણી રહે. કાશીપર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કેશાભાઈની દિકરીને ફરિયાદી ના કાકાનો દિકરો ભગાડી લઇ જઈ લગ્ન કરેલ હોય જેને ફરિયાદીએ કયાંક સંતાડીને રાખેલ છે. તેવો ફરિયાદી ઉપર શક વહેમ રાખી ફરિયાદિ વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતા તે વખતે ત્યાં આરોપીઓ આવી ફરિયાદિને બળજબરી પુર્વક તેની કાર પાસે લઇ જઈ અને જે કારમાં કારમાં બેસાડી અપહરણ કરી દીધલીયા ગામની સીમમાં લઈ જઈ આરોપીઓએ ફરિયાદિને કુહાડી, લોખંડના સળીયા, પાઈપ તથા લાકડી વડે મારમારી શરીરના ભાગે નાની મોટી ઈજા કરી બાદ આરોપી ફરિયાદિને કાશીપર ગામે ખાતે લઈ જતા આરોપીઓએ ફરિયાદિને આ બાબ તે પોલીસ કેસ કરશે તો ફરિયાદિના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ પોતાના મોટરસાયકલમાં ફરિયાદીને બેસાડી તેના ઘરે છોડી મુકી આરોપીઓએ નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular