Homeગુજરાતમોરબીટંકારામાં 'શ્રી રામ સેલ્સ એજન્સી' ના તાળા તોડી તમાકુની ચોરી કરનાર બે... મોરબી ટંકારામાં ‘શ્રી રામ સેલ્સ એજન્સી’ ના તાળા તોડી તમાકુની ચોરી કરનાર બે ઇસમો કાર સાથે ઝડપાયા: રૂ. 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત By morbisahyognews May 21, 2026 206 Share FacebookXPinterestWhatsApp ટંકારા “શ્રી રામ સેલ્સ એજન્સી “નામની દુકાનના તાળા તોડી તમાકુની ચોરી કરનાર બે ઇસમોને કી.રૂ. ૩,૬૩,૯૨૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ગઇ તા.૧૭/૦૫/૨૦૨૬ ના વહેલી સવારના ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ ” શ્રી રામ સેલ્સ એજન્સી “નામની દુકાનના તાળા તોડી તમાકુના ડબલા ભરેલ કાર્ટુનની અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરેલ હોય જે અંગે ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય જે ગુનો શોધી કાઢવા ટંકારા પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટરની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફએ ટેકનીકલ/વ્હ્યુમન સોર્સીસથી આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ મોરબી શહેરના નેત્રમના કેમેરા તપાસતા સ્વીફટ કારના નંબર-GJ-06-KP-3229 વાળી ચોરીમાં ઉપયોગ થયેલ હોય જે કાર અંગે બાતમી મેળવી છતર પોલીસ ચેક પોસ્ટ ખાતેથી બાતમીવાળી કારમાંથી બે ઇસમો રવિભાઇ ભીખાભાઇ ચાઉ (ઉ.વ. ૨૩) રહે. રાજકોટ હુડકો ચોકડી રણુજા મંદીર પાસે તથા રૂપેશભાઇ ચંદ્રકાંતભાઇ સંચાણીયા (ઉ.વ. ૨૯) રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, ગણેશનગર શેરી રાજકોટવાળાને પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ કી.રૂ. ૩,૬૩,૯૨૦/-નો મુદામાલ કબજે કરી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશભાઇ અશોકભાઇ ગવડીયા રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, સોમનાથ પાર્ક રાજકોટવાળાનુ નામ ખુલતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબનો અનડીટેકટ ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026