Homeગુજરાતમોરબીવાંકાનેરમા જૂની અદાવતમાં રિક્ષાને કારની ટક્કર મારી પલટી ખવડાવી યુવક પર ધારીયા-પાઈપ...

વાંકાનેરમા જૂની અદાવતમાં રિક્ષાને કારની ટક્કર મારી પલટી ખવડાવી યુવક પર ધારીયા-પાઈપ વડે જીવલેણ હુમલો

વાંકાનેર તાલુકાના હસનપર શક્તિપરા રોડ પર જૂની અદાવતનો ખાર રાખી રિક્ષા ચાલક યુવાન પર કાર અને બાઈક સવાર શખ્સોએ ઘાતક હુમલો કર્યો હોવાનોબનાવ સામે આવ્યો છે. રિક્ષાને સામેથી જાણીજોઈને કાર ઠોકી રોડ નીચે ઉતારી દીધા બાદ, ધારીયા અને પાઈપ જેવા હથિયારો વડે યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના હસનપર (શક્તિપરા) ના વતની અને હાલ રાજકોટ ભાવનગર રોડ પર ગંજીવાડ વિસ્તારમાં રહી રિક્ષા ચલાવતા ઇકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે (ઉ.વ. ૩૨) એ આરોપી રાજુભાઈ હિતેશભાઈ રબારી રહે.મોરબી, ગોપાલભાઈ રામજીભાઈ રબારી, શૈલેષભાઈ રામજીભાઈ રબારી રહે.બન્ને મકનસર તા.જી.મોરબી તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી ગોપાલભાઇ તથા શૈલેષભાઈ સાથે અગાઉ ઝગડો થયેલ હોય અને ફરીયાદ લખાવેલ હોય જે વાતનો ખાર રાખી આરોપીઓ ફોરવ્હીલકાર લઇને ફરીયાદીની રીક્ષા રજીસ્ટર નંબર- જીજે-૦૨-એક્સ-એક્સ -૬૩૧૧ વાળીને સામેથી જાણી જોઇને ઇજા પોહચાડવાના ઇરાદે ઠોકર મારી ફરીયાદીને રીક્ષા સાથે રોડ નીચે પછાડી દઇ આરોપીઓએ ધારીયા તથા પાઈપ વડે મારમારી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular