ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે એકાદ મહિના પહેલા ધાર્મિક વિધિના કાર્યક્રમ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક શખ્સે ઘાતક હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં ઘૂસીને વૃદ્ધ પર લાકડી વડે હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામના હોળીધાર વાડી વિસ્તારમાં રહેતા અંજનાબેન ગોપાલભાઈ ધોળકીયા (ઉ.વ. ૩૨) એ આરોપી નરશીભાઈ વાલજીભાઈ ધોળકિયા રહે. સજનપર (ઘુ) ગામ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાજિના સસરા તથા આરોપીને એકાદ મહિના પહેલા ધાર્મિક વીધીના કાર્ય બાબતે બોલાચાલી ઝધડો થયેલ હોય જેનો ખાર રાખીને આરોપીએ ફરીયાદિની વાડીએ જઇને પોતાના હાથમાં રહેલ લાકડી વડે ફરીયાદિના સસરાને માર મારતા ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા તથા શરીરે સામાન્ય ઇજાઓ કરી તેમજ ફરીયાદિને તથા ફરીયાદિના સસરાને મન ફાવે તેવી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.